નવી દિલ્હીઃ પૂર્વ સંતોષી ટ્રોફી ખેલાડી અભિજીત ગાંગુલીનું બિરસા મુંડા સ્ટેડિયમમાં પ્રેક્ટિસ સેશન સમયે વીજળી પડવાને કારણે મોત નિપજ્યું હતું. જ્યારે બે અન્ય ફુટબોલર ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર ઘટનાની પોલીસે જાણકારી આપી છે.
53 વર્ષના ગાંગુલી ધનબાદ રેલવે ડિવીઝનના ફુટબોલ કોચ છે. તે સ્ટેડિયમમાં યુવકો અને યુવતીઓને કોચિંગ આપી રહ્યા હતા જ્યારે સવારે સાડા સાત કલાકે વરસાદ શરૂ થયો ત્યારે તેમના અને બે અન્ય ખેલાડીઓ પર વીજળી પડી હતી. જેમાં અભિજીત ગાંગુલીનું નિધન થયું હતું.
હાલના રાષ્ટ્રીય ખેલાડી રવિ લાલ હેમ્બ્રાસ અને ચંદન ટુડૂનો આકસ્મિક બચાવ થયો હતો. પરંતુ ગાંગુલી બેભાન થઈ ગયા હતાં. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતાં.
ગાંગુલીના પરિવારમાં માતા, પત્ની અને એક પુત્ર છે. તેણે 1993માં સંતોષ ટ્રોફી રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશીપમાં બિહાર ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. અભિજીત 1990માં સર્વશ્રેષ્ઠ ડિફેન્ડર્સમાંના એક હતા.
ત્યાર બાદ રેલ્વેમાં તેમની નોકરી લાગી ગઈ હતી. તેમણે અનેક વર્ષો સુધી ઈન્ટર ઝોનલ રેલ્વે ચેમ્પિયનશીપમાં ઈસ્ટર્ન રેલ્વે ફૂટબોલ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
ત્યાર બાદ તે ધનબાદ રેલ્વે ડિવિઝનના કોચ બન્યા હતા. ગાંગુલી બિરસા ફૂટબોલ ક્લબમાં યુવા ખેલાડીઓની પ્રતિભાને નિખારતા હતા. ધનબાદ ફૂટબોલ એસોસિયેશનના સચિવ ફૈયાઝ અહેમદે દુખ વ્યક્ત કરતાં કહ્યું કે, આ શહેરે એક શાનદાર કોચ ગુમાવી દીધા છે.

Comments
Post a Comment