મુંબઈની નાણાવટી હોસ્પિટલમાંથી અમિતાભ બચ્ચનને ડિસ્ચાર્જ કરાયા





મુંબઈ: શુક્રવાર રાત્રે બોલિવૂડના સ્ટાર અભિનેતા અમિતાભ બચ્ચનને નાણાવટી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવાયા છે. રૂટિન ચેકઅપ માટે અમિતાભ બચ્ચનને નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતાં. અમિતાભ બચ્ચનને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા ત્યારે તેમની સાથે પત્ની જયા અને પુત્ર અભિષેક બચ્ચન જોવા મળ્યાં હતાં.

બુધવારે અમિતાભ બચ્ચનને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફ થતાં રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલ પહોંચ્યા હતાં. અમિતાભ ફેફસા અને પેટની તકલીફને કારણે હોસ્પિટલમાં રૂટિન ચેકઅપ માટે આવતાં હોય છે તેવું હોસ્પિટલના નજીકના સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

અમિતાભ બચ્ચન હોસ્પિટલમાં એડમિટ કરાયા ત્યારે તેમના સ્વાસ્થ્ય અંગે અલગ-અલગ અફવાઓ ચાલતી હતી. જોકે, હોસ્પિટલ તરફથી ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું નથી.
સુત્રો પ્રમાણે, બિગ બી હોસ્પિટલમાં એડમિટ કરાયા ત્યારે ડોક્ટર અને નર્સ સિવાય કોઈને તેમની પાસે જવાની પરવાનગી આપવામાં આવી નહતી. સૂત્રોના જણાવ્યા, હવે બિગ બી સંપૂર્ણપણે સ્વસ્થ છે.

Comments